Image courtesy: google
દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે.
અંગ્રેજીમાં Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાડવામાં આવ્યા છે પણ ગુજરાતીમાં બધાને બાજ જ કહે છે જે થોડો ગોટાળો પેદા કરે છે. Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાંખોની રચના અને ખોરાક માટે ઉડવાની રીત પરથી પડ્યા હોવાનુ કહેવાય છે. hawk પ્રકારના બાજની પાંખો શરીરના પ્રમાણમાં ટૂંકી હોય છે અને ખોરાક શોધવા માંટે ઝાડી-ઝાખરા પર નિચે ઉડી ને તેમાંના પક્ષીઓને ગભરાવી ને જે ઉડે તેના પર તરાપ મારી ને શીકાર કરે છે. પ્રધ્યુમન દેસાઇ Hawkનિ એ પધ્ધત્તિ "જાળા ખંખેરતા ઉડે છે" તેમ લખે છે. જ્યારે falcon પ્રકારના બાજની પાખો શરીરના પ્રમાણમાં લાંબી અને પાંખના છેડે અણી સર્જતી હોય છે. તેમની ઉડાન પણ હવામાં ઉચે હોય છે. અન્ય રીતે જોઇએ તો hawkની પાંખોના અાકારને લીધે તેમણે ઉડવા માટે falconના પ્રમાણમાં પાંખો વધારે વખત ફફડાવવી પડે છે.
બાજની ઉડાનની ઊંચાઈને કારણે હંમેશાં પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. " દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિઓ જોવા મળે છે. બાજુ એક એવું શક્તિશાળી પક્ષી છે જે આશરે ૬ કિલો સુધીનું વજન ઊંચકીને આકાશમાં ઊડી શકે છે. બાજ માંસાહારી હોય છે અને તેના શિકારમાં માછલી, સસલું, ખિસકોલી, ઉંદર, ધીમી ગતિએ ઊડતાં અન્ય પક્ષીઓ સામેલ છે.
બાજ એક જગ્યાએથી બીજી જગ્યા પર વિસ્થાપિત થતાં નથી. તે જીવનભર એક જ જગ્યા પર રહેવાનું પસંદ કરે છે. ભોજન મળવામાં તકલીફ પડે તો એ પોતાની જગ્યા બદલી નાંખે છે. બાજનો માળો બહુ મોટો હોય છે. તેનો વ્યાસ આશરે પાંચથી ७ ફીટ અને બેથી ચાર ફૂટ લાંબો હોઈ શકે છે. જો ઝાડ મજબૂત હોય તો તેઓ એક જ માળાનો ઉપયોગ કરે છે. તેઓ દર વર્ષે નવી નવી વસ્તુઓને ભેગી કરે છે તેથી તેનો માળો બહુ ભારે હોય છે.
માદા બાજ એક, બે કે ત્રણ ઈંડાં આપે છે જે સફેદ રંગનાં હોય છે. જેને તે ૩૫ દિવસ સુધી સેવે છે, એ દરમિયાન નર બાજ ભોજન અને અન્ય સામગ્રી ભેગી કરવાની જવાબદારી ઉપાડે છે. બાજનાં બચ્ચાંનો વિકાસ બહુ ઝડપથી થાય છે. જન્મનાં છ અઠવાડિયાંમાં જ તેમનું વજન ત્રણથી ચાર કિલો થઇ જાય છે. બાજની નજર બહુ તેજ હોય છે. એનું કારણે તેમની ગરદન ૨૭૦ ડિગ્રી સુધી કરી શકે છે. આ ઉપરાંત તેમની આંખો એક સાથે બે બિંદુઓ પર ફોકસ કરી શકે છે. એનાથી તેમને આગળ અને સાઈડમાં જોવાની ક્ષમતા મળી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ નર બાજનું વજન માદા બાજુની સરખામણીમાં ૨૫ ટકા ઓછું હોય છે. નર બાજની સરખામણીમાં માદા બાજ વધારે શક્તિશાળી હોય છે. બહુ ઓછા લોકોને ખબર છે કે બાજ પાણીમાં તરી શકે છે. એક વખત એ પાણીમાં ઊતરી જાય છે પછી જ્યાં સુધી પાણીની બહાર નીકળી ન જાય ત્યાં સુધી તેઓ ઊડી શકતાં નથી. સામાન્ય રીતે બાજની ઉંમર ૨૦ વર્ષની આસપાસ હોય છે,
પરંતુ અમુક બાજ ૭૦ વર્ષ સુધી જીવી શકે છે. તેમની આઁખો એટલી તેજ હોય છે કે પોતાના શિકારને પાંચ કિલોમીટર દૂરથી પણ જોઈ શકે છે. તેમની આંખ અલ્ટ્રાવાયોલેટ લાઈટને જોવા પણ સક્ષમ છે. પૌરાણિક કથાઓ અનુસાર બાજને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. આકાશમાં બાજ પક્ષી બહુ ઊંચાઈ પર ઊડી શકે છે. આરબ દેશોમાં બાજને પાળવું એ શાન માનવામાં આવે છે. યુઅંઈં દેશનું રાષ્ટ્રીય પક્ષી બાજ છે. આકાશર્મા ઊડતાં બાજ સાતથી આઠ કલાક સુધી હવામાં રહી શકે છે.
Comments
Post a Comment