Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

   Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

તારીખ : 26-06-2024નાં દિને  શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને રાજેશભાઈ પટેલ તેમજ શાળાનાં એસ.એમ.સીનાં સભ્યોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

 સરળ, સૌમ્ય સ્વભાવના અને શિક્ષણમાં વિશેષ રુચિ ધરાવનાર અઘિકારીશ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ સુંદર શૈક્ષણિક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આજના આ  કાર્યક્રમમાં પોલીસ અને શિક્ષણનો સમન્વય જોવા મળ્યો હતો. સાહેબશ્રી દ્વારા તમામ બાળકોને પ્રશ્ન પૂછી ભવિષ્યમાં કેટલા બાળકો પોલીસ બનવા માંગે છે? તેના જવાબ મેળવવા આવ્યા હતા. નાના ભૂલકાઓ નિર્દોષ ભાવે આંગળીઓ ઉંચી કરી હતી. આ અનુલક્ષીને તમામ બાળકોને શાળામાં નિયમિત આવવા, નિયમિત અભ્યાસ કરવા બાબતે બાળકોને સહજ શૈલીમાં વાત રજૂ કરવામાં આવી હતી. 

ત્યાર બાદ બંને શાળાનાં એસ.એમ.સીના સભ્યોની ગૃપ મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં  શાળાનાં આચાર્ય સહિત દરેક સભ્યોની પરિચય અને કામગીરી બાબતે પૃરછા કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી પાસેથી શાળા રીપોર્ટ કાર્ડ, વાર્ષિક પરીક્ષાનું પરિણામનું રેન્ડમલી ચકાસણી, એકમ કસોટી ચકાસણી, જેવા જરૂરી દફતરની ચકાસણી કરવામાં આવી હતી. એસેમસીનાં સભ્યોને શાળામાં તેમની શું ફરજ છે તે બાબતે પૂછવામાં આવ્યું હતું. આરોગ્યના કર્મચારીઓ પણ વર્ષમાં શાળામાં કેટલી મુલાકાત લો છો તેની માહિતી મેળવવામાં આવી હતી.  આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાહેબશ્રી દ્વારા આમળાંનાં વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં શ્રી જીગરભાઈ એન પટેલ (ARSVE, khergam), રીટાબેન ( સ્પેશિયલ એજ્યુકેટર, વિકલાંગ ખેરગામ), ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ તથા રાજેશભાઈ પટેલ, વલસાડ માહિતી ખાતામાં ફરજ બજાવતા મહેશભાઈ પટેલ, આંગણવાડીનાં કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, શાળાનાં શિક્ષકો તથા બાળકો, એસ.એમ.સીના અધ્યક્ષ સહિત તમામ સભ્યો,વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



Comments

Popular posts from this blog

બાજ | falcon|Hawk : દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે.

  Image courtesy: google દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે.  અંગ્રેજીમાં Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાડવામાં આવ્યા છે પણ ગુજરાતીમાં બધાને બાજ જ કહે છે જે થોડો ગોટાળો પેદા કરે છે. Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાંખોની રચના અને ખોરાક માટે ઉડવાની રીત પરથી પડ્યા હોવાનુ કહેવાય છે. hawk પ્રકારના બાજની પાંખો શરીરના પ્રમાણમાં ટૂંકી હોય છે અને ખોરાક શોધવા માંટે ઝાડી-ઝાખરા પર નિચે ઉડી ને તેમાંના પક્ષીઓને ગભરાવી ને જે ઉડે તેના પર તરાપ મારી ને શીકાર કરે છે. પ્રધ્યુમન દેસાઇ Hawkનિ એ પધ્ધત્તિ "જાળા ખંખેરતા ઉડે છે" તેમ લખે છે. જ્યારે falcon પ્રકારના બાજની પાખો શરીરના પ્રમાણમાં લાંબી અને પાંખના છેડે અણી સર્જતી હોય છે. તેમની ઉડાન પણ હવામાં ઉચે હોય છે. અન્ય રીતે જોઇએ તો hawkની પાંખોના અાકારને લીધે તેમણે ઉડવા માટે falconના પ્રમાણમાં પાંખો વધારે વખત ફફડાવવી પડે છે. બાજની ઉડાનની ઊંચાઈને કારણે હંમેશાં પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. " દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિઓ જોવા મળે છે. બાજુ એક એવું શક્તિશાળી પક્ષી છે જે આશરે ૬ કિલો સુધીનું વજન ઊંચ...

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

      Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે. હાલમાંજ જાયન્ટ્...

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

                          Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.