Skip to main content

Posts

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં

તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

 તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત   એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. સરકારશ્રીના યોજનાકિય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા પેરામીટર્સને પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/Q1CoFydoD7 — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ સોનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન ઉકાઇ આંગણવાડીની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/ZGjIklERsG — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ નિઝર તાલુકાની મુલાકાત દરમિયાન નિઝર તાલુકા ખોડદા ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/zF2zyKYrgk — Collector &

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા

                     Post credit : Sandesh news  ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ અપાઇ ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા વ્યારા : ઉચ્છલ શિક્ષક સહકાર ભવન ખાતે તા. ૨૯-૬-૨૪ના રોજ ધી ઉચ્છલ તાલુકા શિક્ષકોની પ.ક. કો- ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા ૧૭૨ નિઝર વિધાનસભાના ધારાસભ્ય डो. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં એજન્ડાનાં તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ટીચર સોસાયટી ઉચ્છલની નવી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકોની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિકાસમાં શિક્ષકોનો મહત્ત્વનો મોટો ફાળો હોય છે. ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ આપવામાં આવી હતી. સભાના પ્રમુખ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તાપીના માજી પ્રમુખ જકનભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. મંત્રી કાંતુભાઈ વસાવાએ એજન્ડા મુજબની કામગીરી હાથ ધરી કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભાનું સંચાલન અરવિંદ ગામીત તથા જિતેન્દ્રભાઇ વસાવે દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં જિલ્

Valsad District latest news : 02-07-2024

   Valsad District latest news : 02-07-2024 ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે --- જિલ્લા કલેકટરશ્રીએ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા ૭૯ બાળકો/વ્યકિતઓને બે માસમાં પોલીસે શોધી કાઢ્યા ---- ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 રથયાત્રા તહેવારને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૫ જૂલાઈ સુધી હથિયારબંધી માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ જૂલાઈ આગામી... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને "મિશન શક્તિ" યોજના અંતર્ગત ત્રિ-માસિ

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ