Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે.

એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.

 પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિક ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, અને સામાજિક ક્ષેત્રે ઘણા ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. આજે સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં શિક્ષકો અને વિદ્યાલયો ખૂબ જ સારી રીતે પોતાનું અપ્રતિમ યોગદાન આપી રહ્યા છે. એવા સમયે તેઓનું યોગ્ય રીતે સન્માન થાય એ પણ આવશ્યક છે.

પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને નાવીન્યતાથી કાર્ય કરનાર કેટલાક શિક્ષકોનું ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં,

૧) લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમ યોગદાન આપ્યું હોય એવા મહાનુભાવ. ૨) આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

૩) ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ : એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કર્યુ હોય.

આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાંથી એક શિક્ષક કે જેમણે પોતાની શાળામાં નવતર કાર્ય કે પ્રકલ્પ દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરલો હોય.

એવૉર્ડ ચયન સમિતિ દ્વારા ૨૦૨૪ વર્ષમાં નવસારી જિલ્લામાંથી 'શ્રેષ્ઠ શિક્ષક ગૌરવ એવૉર્ડ' માટે કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલની પસંદગી કરતાં  એવૉર્ડ ચયન સમિતિએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

નવસારી જિલ્લાના જિલ્લા અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Comments

Popular posts from this blog

બાજ | falcon|Hawk : દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે.

  Image courtesy: google દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે.  અંગ્રેજીમાં Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાડવામાં આવ્યા છે પણ ગુજરાતીમાં બધાને બાજ જ કહે છે જે થોડો ગોટાળો પેદા કરે છે. Hawk અને Falcon એમ બે સ્પષ્ટ પ્રકાર પાંખોની રચના અને ખોરાક માટે ઉડવાની રીત પરથી પડ્યા હોવાનુ કહેવાય છે. hawk પ્રકારના બાજની પાંખો શરીરના પ્રમાણમાં ટૂંકી હોય છે અને ખોરાક શોધવા માંટે ઝાડી-ઝાખરા પર નિચે ઉડી ને તેમાંના પક્ષીઓને ગભરાવી ને જે ઉડે તેના પર તરાપ મારી ને શીકાર કરે છે. પ્રધ્યુમન દેસાઇ Hawkનિ એ પધ્ધત્તિ "જાળા ખંખેરતા ઉડે છે" તેમ લખે છે. જ્યારે falcon પ્રકારના બાજની પાખો શરીરના પ્રમાણમાં લાંબી અને પાંખના છેડે અણી સર્જતી હોય છે. તેમની ઉડાન પણ હવામાં ઉચે હોય છે. અન્ય રીતે જોઇએ તો hawkની પાંખોના અાકારને લીધે તેમણે ઉડવા માટે falconના પ્રમાણમાં પાંખો વધારે વખત ફફડાવવી પડે છે. બાજની ઉડાનની ઊંચાઈને કારણે હંમેશાં પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. " દુનિયાભરમાં બાજની આશરે ૬૦ કરતાં વધારે પ્રજાતિઓ જોવા મળે છે. બાજુ એક એવું શક્તિશાળી પક્ષી છે જે આશરે ૬ કિલો સુધીનું વજન ઊંચ

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

      Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે. હાલમાંજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલો

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં