તાપી : સોનગઢ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અજયભાઇ વળવી પીએચ.ડી. થયા
સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢમાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામણે ગામના વતની અજયભાઇ દીપકભાઈ વળવીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અપવ્યય પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાઓના સંદર્ભમાં એક સમાજશાસ્ત્રીય અભ્યાસ શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો,જેને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે આ સમાજશાસ્ત્રીય સંશોધન વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ બોટાદના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. જયશ્રીબેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું છે. તેમણે. એમ.ફિલ.ની પદવી પણ મેળવી છે. વર્ષ ૨૦૧૮માં જીપીએસસી દ્વારા સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (વર્ગ-૨) તરીકે નિમણૂક થતાં સરકારી વિનયન કોલેજ સાંતલપુર, જિ.પાટણ ખાતેથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
Comments
Post a Comment