Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા
Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે. હાલમાંજ જાયન્ટ્...
Comments
Post a Comment